આજે પણ યાદ કરુ છુ એ બાળપણના દિવસોને,
ત્યારે સામે નિહાળુ છું મિઠાશ ભરી એ સ્મૃતિઓને.
એ પણ દિવસો હતા, જ્યારે મમ્મી કહેતી, 'બોલ શું જમવું છે તારે? '
બદલાઈ ગયો સમય અને એ પળો અને મમ્મી કહે છે, 'બોલ શું જમાડીશ આજે? '
બહેનપણીઓનો એ સાથે રમવાનો, જમવાનો સાથ,
બની ગયો આજે એ કયારે અને કયાં મળીશુંનો પ્લાન.
દાદા-દાદીની એ હરએક વાતની તરફેણ,
બની ગયા આજે એ યાદી ભર્યા બે વેણ.
શાળાઓમાં સાથે રમતા અને રમાડતા એ સાહેબ ને બેન,
બની ગયા આજે એ ગાઈડંસ આપનારા સર ને મેમ.
માત્ર યાદો પૂરતી રહી ગઈ એ હરએક ક્ષણ,
બાકી અત્યારે કયા સમય છે ફરીથી જીવવાની દરેક એ પળ.
No comments:
Post a Comment