January 03, 2019

વર્ષ ભરની એ યાદો....

ભૂતકાળની એ વિતેલી ક્ષણો,ને ભવિષ્યમાં વિતાવવાની એ પળો.
જાણે પડછાયા ને પ્રતિબિંબ વચ્ચેનો નાતો શીખવી ગઈ.
વર્ષ ભરની એ ખુશી ને ક્ષણિક ભરની એ ઉદાસી,
પળ ભરમાં તો જાણે કલમની કલા શીખવી ગઈ.
સ્વાર્થ અને નફરતથી ભરી આ દુનિયામાં,
જાણે પ્રેમ અને પરોપકારની સમજણ શીખવી ગઈ 
કયારેક સુખ અને દુઃખની તો કયારેક કડવાશ ને મીઠાશ ભરી એ યાદો,
જાણે પાનખરમાં પણ વસંતની જેમ ખીલવાનું શીખવી ગઈ.
જૂના ને પુરાણા કહેવાતા રિવાજો વચ્ચે વિતાવેલી એ જીંદગી,
જાણે વધતી ટેકનોલોજી સાથે ચાલતા શીખવી ગઈ.
પ્રિય અને માનીતા મિત્રોનો માત્ર સુખોની પળોનો જ સાથ,
જાણે પારકા અને પોતાના વચ્ચેનો ભેદ શીખવી ગઈ. 
વર્ષના પહેલાને છેલ્લા દિવસની આ યાદો,
જાણે ભવિષ્યમાં સચેત રહેવાનું શીખવી ગઈ.

No comments:

Post a Comment