સંબંધોની ગૂંચવણમાં
ઘણાં સંબંધો જોયા છે મે આ સમાજમાં,
ઘણાં સંબંધો નિભાવયા છે આ સંસારમાં.
કોઈકવાર પ્રિયપાત્ર બનીને, તો કોઈકવાર કઠોર ઠોકરો ખાઈને,
કયારેક આદર્શ માત્ર બનીને , તો ક્યારેક સંસ્કારીતાને પાત્ર થઈને.
વિચારુ છુ નિભાવવા પડશે, હદયના પડકાર થઈને,
પુછુ છુ મનને, શાને ફરુ છુ આમ માન લઈને.
મમ્મી -પપ્પાની વહાલી બનીને, તો ભાઈની કાલી બહેન બનીને,
મીઠા ઝઘડા કરીને રહુ છું ઘરમાં મોટી બહેન બનીને .
કહે છે લોકો જવુ પડશે એક અલગ વેશ લઈને,
સાચવવુ પડશે ભવિષ્યમાં કોઈક ઘરને એક શાન થઈને.
ઈચ્છુ છુ રહીશ ઘરની મિઠાશ થઈને,
પ્રયત્ન કરીશ વહુ નહી, રહીશ દિલમાં પ્યાર થઈને.
પૂછે છે મન છતાં પણઃશાને ફરીએ આ દુનિયામાં,
સંબંધોની ગૂંચવણ લઈને, સમાજની માયાજાળ થઇને.
No comments:
Post a Comment