December 15, 2019

Indian Poetics: Prof. Vinod Joshi's expert lectures

                    Brief introduction about 
                              Vinod Joshi



                              13th August 1955

                     "મને ભૂલી તો જો...!
        તે જ મને તારામાં પૂર્યો એ વાતને કબૂલી તો જો...!

Poet, writer and literary critic in Gujarati language, Vinod Joshi is famous  for his poem, " Sairandhri " written in Australia. His long narrative poem, " Shikhandi " is based on the character of Shikhandi in Mahabharata. He nominated for many awards like :

      ♧ Jayant Pathak Puraskar ( 1985 )
     ♧ Critic's Award ( 1986 ) 
     ♧ Kavishwar  Dalpatram Award ( 2013 )
     ♧ Sahitya Gaurav Puraskar ( 2015 )
     ♧ Narsinh Mehta Award ( 2018 )
     ♧ Kalapi Award ( 2018 )

We have Workshop on Indian Poetic by Dr. Vinod Joshi sir in Department of English, Maharaja Krishnakumarsinhaji Bhavnagar university from 03/12/2019 to 09/12/2019. 



First day of the workshop ( 03/12/2019 ):-


આ દિવસે બપોરના 12 કલાકે શ્રીવિનોદ જોશીનું શબ્દિક અને પુષ્પ ગુચ્છથી સ્વાગત કર્યા બાદ લેકચરની શરૂઆત તેમણે " વિવેચન એટલે શું ? " ના સામાન્ય પ્રશ્નથી કરીનેે  Criticism અને ભારતીય મિમાંસાની ખુબ જ સરળ રીતે સમજૂતી આપી હતી. સામાન્ય રીતે 

• ભરતમુનિ ~ રસ સંપ્રદાય
• આનંદવધૅન ~ ધ્વનિ સંપ્રદાય
• કુંતક ~ વક્રોક્તિ સંપ્રદાય
• વામન ~ રીતિ સંપ્રદાય
• ભામહ ~ અલંકાર સંપ્રદાય
• ક્ષેમેંદ્ર ~ ઔચિત્ય સંપ્રદાય

                   માટે જાણીતા છે. શ્રી વિનોદ જોશીએ જણાાવ્યું કે

¤ ભારતીય મીમાંસા પ્રક્રિયા ઉપર ભાર મુકે છે, જયારે Western Criticism પરિણામ ઉપર ભાર મુકે છે. 
¤ ભારતીય મીમાંસા તેની પ્રક્રિયા વર્ણવાની ખુબીને લીધે ખુબ જ પ્રસિદ્ધ છે. 
¤ ધ્વનિ કુદરતી છે, જયારે ભાષા કૃત્રિમ છે.

                આ ઉપરાંત તેમણે Victor Hugo ના La miserable ના ઉદાહરણ દ્વારા ભાષાની સાાથે સાથે વિચાર અનેે સંવેદનાની ખુબ જ ઉપયોગી માહિતી આપી હતી. એનાથી આગળ લેકચરના મુુખ્ય વિષય એટલે કે ભરતમુનિના રસ સંપ્રદાયમાં રસ કેવી રીતે નિષ્પન્ન થાય છે તેની સમજૂતી કાલિદાસ રચિત " અભિજ્ઞાનશાકુંતલમ " ના ઉદાહરણ દ્વારા આપી હતી. ભરતમુનિએ નાટયશાસ્ત્રના છઠ્ઠા અધ્યાયમાં રસશાસ્ત્રની વાત કરી છે. તેમણે ભાવ અને વિભાવની સમજૂતી શ્લોક દ્વારા આપી હતી. 

" विभानुभावव्यभिचारी संयोगात रसनिष्पत्ति । "

વિભાવ
● વ્યભિચારી ભાવ
● અનુભવ 
● સંયોગ 

1. વિભાવ :- 
                 જેના આધારે રસ નિષ્પન્ન થાય તે. વિભાવના મુખ્ય બે પ્રકાર છે : 1. આલંબન ભાવ ~ શકુંતલા + દુષ્યંત, 2. ઉદીપન ભાવ ~ લતામંડપ + વાતાવરણ. 

2. અનુભાવ :-
                પ્રતિક્રિયા તે અનુભાવ. ઉદાહરણ. શકુંતલાની લજ્જા. 

3. સંચારી ભાવ :-
                       વહેતા ભાવ, અસ્થાયી ભાવ.

4. સંયોગ  :-
                 ઉપરના ત્રણેય ભાવ જયારે ભેગા થાય ત્યારે સંયોગ થયો એમ કહેવાય. આ ચારેેેય ભાવ ભેેગા થઈને રસ નિષ્પન્ન કરે છે.

આમ, આ દિવસના લેકચરમાં વિનોદ સરે ભરતમુનિના રસશાસ્ત્રની માહિતી આપી હતી. 

Second day of the workshop ( 04/12/2019 ) :-


 બીજા દિવસે શ્રીવિનોદ જોશી સરે ભામહના અલંકારશાસ્ત્રની સમજૂૂતી પહેલા થોડી  લાગણી, સંવેદના અને વિચાર દ્વારા કેવી રીતે ભાષા ઉત્પન્ન થાય છે તેની સમજૂતી આપ્યા બાદ કુલ નવ સ્થાયી ભાવોની ચર્ચા કરી હતી. આ નવ સ્થાયી ભાવો આ પ્રમાણે છે  :

• રતિ ~ શૃંગાર રસ 
• શોક ~ કરુણ રસ
• ઉત્સાહ ~ વીર રસ
• ક્રોધ ~ રૌદ્ર રસ
• હાસ ~ હાસ્ય રસ
• ભય ~ ભયાનક રસ
• જુગુપ્સા ~ બિભત્સ રસ
• વિસ્મય ~ અદ્ભુત રસ
• શમ /નિરવદ ~ શાંત રસ

વગેરે જેવા નવ રસો અને સ્થાયી ભાવોની સમજૂતી આપ્યા બાદ કહયું હતું કે ભરતમુનિના  મત મુજબ, 

 " રસ એ જ સર્વોપરી છે. "
આ ઉપરાંત અલંકારશાસ્ત્રની સમજૂતી આપતા તેમણે ચાર આલંકારિકો

॰ ભટ્ટ લોલ્લટ
॰ શ્રી શંકુક
॰ ભટ્ટ નાયક
॰ અભિનવગુપ્ત

અને તેઓએ આપેલા અલંકાર વિશેના મતોની ચર્ચા કરી હતી. 

1. ભટ્ટ લોલ્લટ :-

                તેમણે આપેલી આ થિયરીને " ઉત્પતિવાદ " તરીકે ઓળખાય છે. એમના મત મુજબ રસ હોતો જ નથી. રસને ઉત્પન્ન કરવો પડે છે. નટ - નટી જાતે પોતાનામાં રસ નિષ્પન્ન કરે છે અનેે રસનો અનુભવ લે છે.

2. શ્રી શંકુક  :-
  
            શ્રી શંકુક ભટ્ટ લોલ્લટના મત સાથે સહમત થતા નથી. શ્રી શંકુક કહે છે કે રસ હોતો જ નથી એ બરાબર પણ એને ઉત્પન્ન કરવો એનું અનુમાન કરવું પડે છે. આ અનુમાન જે થાય છે એની આપણે પ્રતિતિ થતી હોય છે. આ પ્રતિતિ ચાર પ્રકારે અનુમાન કરાવે છે :

          • યથાર્થ પ્રતિતિ / સમયર્થ પ્રતિતિ 
          • મિથ્યા પ્રતિતિ 
          • સંશય પ્રતિતિ 
          • સાદ્રશ્ય પ્રતિતિ 

શ્રી શંકુકના મતને અનુમીતિવાદ તરીકે ઓળખાય છે. 

3. ભટ્ટ નાયક  :-
                   ભટ્ટ નાયકના મતને સાધારણીકરણ અથવા ભુગતીવાદ તરીકે ઓળખાય છે. ભટ્ટ નાયક કહે છે કે આ મામલો માત્ર નટ કેે માત્ર પ્રેક્ષકનો નથી પણ બંનેનો છે અને બંનેે ભાવ અનેે અનુભવમાં સમાન કક્ષાએ પહોંચેે ત્યારેે રસની અનુભૂતિ થાય છે. 

4. અભિનવગુપ્ત :-

                     અભિનવગુપ્તના મત મુજબ નાટક રસાનુભવ કરાવે છે. પ્રકાશમય જ્ઞાનની અનુભૂૂૂતિ કરાવે છે. 

આમ, બીજા દિવસે ઉપર મુજબના નવ રસો અને ચાર અલંકારશાસ્ત્રીઓ અને તેમના મતોની ચર્ચા થઈ હતી. 

● third day of the workshop ( 05/12/2019 ) :-



આ દિવસે શ્રી વિનોદ જોશીએ આનંદવધૅનના ધ્વનિશાસ્ત્રની ચર્ચા કરી હતી. આ પહેલા તેમણે કલા વિશે ખુબ જ ઉપયોગી માહિતી આપી હતી અને કહ્યું હતું કે ભર્તૃહરિના મત મુજબ, 

" સાહિત્ય, સંગીત અને કલા વગરનો માણસ શિંગડા અને પૂંછડા વિનાનો પશું છે. "

આ ઉપરાંત તેમણે ખાસ જણાવ્યું હતું કે કોઈપણ ભાષા કયારેય નષ્ટ થતી નથી, પરંતુ તે વિકસે છે. 

પછી તેમણે મુખ્ય ત્રણ શબ્દશકિતઓની ચર્ચા કરી હતી. આ ત્રણ શબ્દશકિતઓ આ પ્રમાણે છે :

                      ● અભિધા
                      ● લક્ષણા
                      ● વ્યંજના

~ અભિધા એટલે કોઈપણ વાક્યનો સીધો અર્થ. 
~ લક્ષણા એટલે કે કોઈપણ વાક્યનો સીધો અર્થ નહિ પરંતુ નજીકનો અર્થ. 
~ વ્યંજના એટલે કે જે કહેવાયું છે તેનાથી તદ્દન ભિન્ન અર્થ. 

           " એક બિલાડી જાડી, તેણે પેરી સાડી,
            સાડી પેરી ફરવા ગઈ, તળાવમાં તો તરવા ગઈ,
            તળાવમાં એક મગર, બિલાડીને આવ્યા ચક્કર, 
           સાડીનો છેડો છુટી ગયો, મગરના મો માં આવી ગયો,
            મગર બિલાડીને ખાઈ ગયો. "

● અભિધા  :-
                  એક બિલાડી જાડી, તેણે પેરી સાડી. આ સીધું વાકય છેે. આનો બીજો કોઈ અર્થ થતો નથી. એટલે આ અભિધા શબ્દશકિત થઈ.

● લક્ષણા  :-
                 સાડી પેરી ફરવા ગઈ, તળાવમાં તો તરવા ગઈ. તળાવમાં એક મગર, બિલાડી ને આવ્યા ચક્કર. આ વાક્યોમાં આપણે એક કરતાં વધારે અર્થની કલ્પના કરી શકીએ. એટલે આ લક્ષણા શબ્દશકિતનું ઉદાહરણ છે. 

● વ્યંજના  :-
               સાડીનો છેડો છુટી ગયો, મગરના મો માંં આવી ગયો. મગર બિલાડીને ખાઈ ગયો. આ વાક્ય એકદમ આડકતરી રીતે મુકાયેલુું છેે. આ વાક્યને આપણે આધુુુુનિક સમયમાં થઈ  રહેલા બળાત્કાર અને ગેંગરેેપના કેેેસો સાથે સરખાવી શકાય. 

~ વ્યંજનામાં ચમત્કૃતિ હોય છે. 
~ વ્યંજના સૌથી ચડિયાતી છે પણ એ અભિધા ઉપર આધારિત છે. 
~ એવી જ રીતે લક્ષણા પણ ચડિયાતી છે પણ એ અભિધા ઉપર આધારિત છે. 

આમ, આ દિવસના લેકચરમાં મુખ્ય ત્રણ શબ્દશકિતઓની ઉદાહરણ સાથે ખુબ જ સરળ રીતે ચર્ચા થઈ હતી. 

● Fourth day of the Workshop ( 06/12/2019) :-


આ દિવસના લેકચરમાં શ્રીવિનોદ જોશી સરે ધ્વનિના ત્રણ પ્રકારોની ઘણી બધી કાવ્યપંક્તિઓના ઉદાહરણ દ્વારા સમજૂતી આપી હતી. તેમણે ધ્વનિના મુખ્ય ત્રણ પ્રકારોની વિગતે ચર્ચા કરી હતી. આ ત્રણ પ્રકારો આ મુજબ છે :

● વસ્તુ ધ્વનિ 
● અલંકાર ધ્વનિ 
● રસ ધ્વનિ 

~ જેમાં વિચાર મુખ્ય હોય એ વસ્તુ ધ્વનિ. 
જેમાં અલંકારનો ઉપયોગ થયો હોય એ અલંકાર ધ્વનિ. ઉદાહરણ તરીકે, 

               " ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા, 
                મેં એને મોગરાની કળીએ હલાવ્યા. "

~ જેમાં ભાવ કેન્દ્રમાં હોય એ રસ ધ્વનિ. ઉદાહરણ તરીકે, 

             " હરિ પર અમથું અમથું હેત,
            હું અંગુઠા જેવી અને મારી વ્હાલપ બબ્બે વેંત."

વસ્તુ ધ્વનિ અને અલંકાર ધ્વનિ લૌકિક ધ્વનિઓ એટલે કે તેમનું વર્ણન થઈ શકે એવી ધ્વનિઓ છે.

જયારે રસ ધ્વનિ અલૌકિક ધ્વનિ છે.

આ સાથે સાથે વિનોદ જોશી સરે બીજી ઘણી બધી કાવ્યપંક્તિઓના ઉદાહરણ આપ્યા હતા. જેવાં કે, 

        " મેં નદીને જીવવાની રીત પુછી'તી
      એ કશું બોલી નહિં, એ વહેતી રહી ખળખળ. "

         " એક છોકરી ના હોય ત્યારે કેટલા અરીસાઓ,
           સામટા ગરીબ બની જાય છે. "

      " પ્રતિબિંબને નમણો ચહેરો ગમી ગયો, 
       ઘૂંઘટ જરી ખસ્યો તો અરીસો નમી ગયો. "

        " વાયરો આવે ને ફૂલ ઝૂલતા રે,
         જેમ કાનમાં ઝૂલે એરીંગ.
         પાથરણા કેમ કરું પંડના,
         હું તો થઈ ગઈ સરગવાની શીંગ. "

ધ્વનિની આટલી વિગતવાર સમજૂતી બાદ વિનોદ જોશી સરે કુંતકના વક્રોક્તિ સંપ્રદાયની પાયાની માહિતી આપી હતી. તેેેમણે વક્રોક્તિની Definition આ પ્રમાણે સમજાવી હતી,

    " वैदग्ध्यभंगीभणिति  इति वक्रोक्ति ।"

~  વિશિષ્ટ રીતે કહેવાયેલું એ વક્રોક્તિ. 
~ શબ્દ અને અર્થને આધારે જ વક્રોક્તિ નિર્માણ પામે છે અને કાવ્ય સૌંદર્યનો અનુભવ થાય છે. 

● Fifth day of the Workshop ( 07/12/2019 ):-


આ દિવસની શરૂઆત વિનોદ જોશી સરે ખુબ જ સરસ કાવ્યપંક્તિથી કરી હતી,

  " તળાવને વાગેલા પથ્થર તળાવને પથ્થર થઈને પંપાળે. "

" વરસાદડો તો પેલ્લુકથી છે જ સાવ વાયડો,
ટીંપે ટીંપે ઈ મને દબડાવે જાણે કે,
હું એનું બૈયરુ ને ઈ મારો ભાયડો. "

ત્યારબાદ તેમણે રાજશેખર નામના સર્જકે આપેેલી બે પ્રતિભાની વાત કરી હતી. આ બેે પ્રતિભા આ પ્રમાણે છે  :

• કારયિત્રી પ્રતિભા :-

                      જેમાં સર્જકની સર્જન કરવાની શક્તિ મુખ્ય હોય છે. 

• ભાવયિત્રી પ્રતિભા :-

                         જેમાં ભાવ કેન્દ્રમાંહોય છે. 

ત્યારબાદ  તેમણે કુંતકે આપેલા વક્રોક્તિના છ પ્રકારોની વિગતે ચર્ચાા કરી હતી. આ છ પ્રકારો આ મુજબ છે :

1. વર્ણવિન્યાસ વક્રતા 
2. પ્રબંધ વક્રતા 
3. પદપૂર્વાર્ધ વક્રતા 
4. વાક્ય વક્રતા 
5. પ્રકરણ વક્રતા 
6. પદપરાધૅ વક્રતા 

આ છ વક્રતાની વિગતે ઉદાહરણ સહિત ચર્ચા કર્યા બાદ તેમણે ગુણના ત્રણ પ્રકારોની વિગતે ચર્ચા કરી હતી. આ ત્રણ પ્રકારો આ મુજબ છે  :

● પ્રાસાદિકતા
● ઓજસ
● માધુર્ય 

આમ, આ દિવસની ચર્ચા આ ત્રણ ગુણોની ઉદાહરણ સહિત વિગતવાર સમજૂતી સાથે પુરી થઈ હતી. 

● Sixth day of the workshop ( 08/12/2019) :-

આ દિવસે શ્રી વિનોદ જોશી સરે ભામહના અલંકારશાસ્ત્રની ચર્ચા કરી હતી. 

Ornaments are not natural but applied.

ભામહ એ અલંકારવાદી વિવેચક ગણાય છે. 
~ બોલવું એની સાથે વ્યકતિમતતા જોડાયેલી છે.

" तददोषो  शब्दार्थौ  सगुणं  अलंकृत  पुनःवाद: ।"

~  અલંકાર યથાસ્થાને વપરાયેલો હોવો જોઈએ. 
~ અલંકાર ઓતપ્રોત હોવો જોઈએ, અડોઅડ નહીં. 

આમ, વિનોદ જોશી સરે ભાલણ અને પ્રેમાનંદના નળાખયાનના ઉદાહરણ દ્વારા  અલંકારશાસ્ત્રની સમજૂતી આપી હતી. 

● Seventh day of the workshop (09/12/2019) :-

આ દિવસે શ્રી વિનોદ જોશી એ વામનની રીતિ સંપ્રદાય અને ક્ષેમેંદ્રના ઔચિત્ય સંપ્રદાયી સમજૂતી આપી હતી. 

રીતિ એટલે કે "  The way or style of presentation. "
~ સાહિત્યકાની પોતાની રીતિ હોવી જોઈએ. 
~ વામન રીતિને પ્રાધાન્ય આપે છે. 

According to him, 

" रीतिरात्मा काव्यस्य ।"

Literature is not for mass, it is for class.

આ ઉપરાંત તેમણે શૈલીના ચાર પ્રકારોની વિગતે ચર્ચા કરી હતી. આ ચાર પ્રકાર આ પ્રમાણે છે  :-

 1. વૈદરભી, 2. પાંચાલી, 3. ગૌડી, 4. લાટી.

~ ઔચિત્ય એટલે કે સમુચિત શબ્દ સમુચિત સ્થાને. ઉદાહરણ તરીકે, 

  " મેષ ન આંજુ રામ, લેશે જગા નહિં, 
હાય સખી રે, નયન ભરાયો શ્યામ."

ક્ષેમેંદ્ર કહે છે કે , શબ્દના સંયોજનથી જ રસની/ આનંદની પ્રતિતિ થાય છે.

Thus, above all information is about our whole Seven days discussion on Indian Poetic by Dr. Vinod Joshi sir. We enjoyed a lot whole Seven day. This memory always remain in my heart. I am very heartily thankful to Dr. Vinod Joshi sir as well as Dr. Dilip Barad sir for organizing this knowledge and wonderful session. Here I would like to put my photo with Dr. Vinod Joshi sir and autograph of Dr. Vinod Joshi sir. In future I will proudly says that I was studying to Dr. , poet, best professor Vinod Joshi sir. 






Thank you....

1 comment: