ભરનિંદરામાંથી જાગી ડોકિયુ કાઢી બહાર જોયુ ,
ત્યાતો બફિઁલા વાયરામાં કાંપતુ પરોઢિયુ જોયુ.
ઠંડીથી ધ્રુજતા ચાંદામામા કાળી ચાદર ઓઢી ભાગ્યા,
ત્યાતો પૂર્વના ખૂણેથી સૂરજદાદા આળસ મરોડી જાગ્યા.
વૃક્ષોરુપી ઊંચા બંગલામાંથી પક્ષીઓ ચાલ્યા,
કલરવથી શોર કરી, ઘરના ટોડલિયે આવ્યા.
મીઠો ગુંજારવ કરી, દાણા થોડા માગ્યા,
ત્યાતો બા જાગી, હાથમાં કટોરો લઈ ભાગ્યા.
જોયુ તો ઘરના આંગણિયામાં વડલા તરફ ચાલ્યા,
ડીશમાં દાણા નાખી, કટોરામાં પાણી નાખી, ગાયો તરફ વળ્યા.
પોપટ, મેના, ચકલી, કાબર દાણા લઈ લઈ ભાગ્યા,
ત્યાતો કલકલિયા આનંદથી ઝૂમતા નાની સફર પર ચાલ્યા.
'ટીટીટી 'અવાજ સાંભળતા પૂળો છૂટયો હાથમાંથી,
દોટ મુકી પાણિયારા બાજુ, ખડખડ શોર કરી પાસમાંથી.
ત્યાતો કલકલિયા બિચારા ભાગ્યા જલ્દીથી વામાંથી,
ઝઘડો થશે એવા ભયથી હાશકારો છૂટયો બામાંથી.
સુંદર એવા કુદરતના રાજમાં,મોઝમાં પળો થોડી માણી,
સવારમાં ઊઠી, વિચાર કરી બે શબ્દો અહીં ટાંકયા.
No comments:
Post a Comment