વર્ષો પહેલાની એ યાદો ને ચહેરો,
મન મુકીને વરસે છે.
વર્ષો પછી પણ એ ચહેરો જોવા,
દિલ શાને તરસે છે?
માત્ર ખાસ્સા શબ્દો પૂરતું એ વાક્ય બોલવા,
હોઠ જાણે લલસે છે.
વર્ષો પછી પણ એ જ સુંદર વાક્ય સાંભળવા,
દિલ શાને તરસે છે?
ચહેરા પરનું એ સુંદર નિર્દોષ હાસ્ય,
ચહેરા પર આવવા મથે છે.
એ જ નિર્દોષ હાસ્ય ફરીથી જોવા,
દિલ શાને તરસે છે?
રાઈટ અગિયારના ટકોરે જોવા મળતો એ ચહેરો,
દરરોજ અગિયાર પર જ અટકે છે.
છતાં આજે પણ હરએક આંકડામાં એ ચહેરો જોવા,
દિલ શાને તરસે છે?
જાણી ન શકી હતી એના વિચારોને,
છતાં મનમાં આવવા મથે છે.
વર્ષો પછી પણ એ જ વિચારોની સફર પર જવા,
દિલ શાને તરસે છે?
No comments:
Post a Comment