તડકા સાથે વાતો કરી,
વા સાથે થોડી રકઝક કરી,દિ' નમે.
આ જોઈ ચંદ્રની જોડે તારા હસે,
એમ પણ બને.
પર્વત તોડી ઝરણું દોડયું,
જાણે નદીનું સમણું તોડયું.
બંનેને આમ મીઠા ઝઘડા કરતા જોઈ,
લીલો સ્વેટર પહેરી એ ઝાડી હસે,
એમ પણ બને.
ત્યાં ખૂણેથી ફુલ બોલ્યું,"હું કેમ રહુ છાનું?"
"મારા સાથીઓની વાત કેમ માનું?"
આમ,કળી ને ભમરો બંને મળી સાતતાળી રમે,
એમ પણ બને.
પતંગિયાની એ લીલી-પીળી પાંખો,આવી જાણે પણઁને આંખો,
જોઈ રહી જાણે કળા કુદરતની લાખો.
એક જ પરિવારના આ સભ્યો બધાં,કયારેક અનોખી ભરે સભા
એમ પણ બને.
કુદરતના આ બધા કારનામાં,
ભાઈ! આપણે ન પડીએ આમાં.
હવે વિચાર કરવાનો રહેવા દે 'નિરાલી' આ બધાં ભ્રમ નીકળે,
એમ પણ બને.
No comments:
Post a Comment