February 02, 2019

દરિયો:અનંતતાનો ભંડાર

થાકી થોડી આ જાતથી,
             કલમ ઊઠાવી હાથથી.
વિચાર આવ્યો લાવ એકાંત શોધી,
            શરુ કરુ એક વાતથી. 

આકાશ સરખી કાયા એની,
            મોઝા રુપી માયા જેની.
રુપ રહ્યુ ભલે કદરુપુ એનુ,
           ગુણગાથા એની ગાયા જેવી.

અભિમાન એને એની વિશાળતાનું,
            એટલે જ તો પામી ભરપૂર ખારાશ એવી.
લાગે છે સંદેશારુપે કહે છે,
              અભિમાન છે ખરાબ માયા જેવી.

પૂનમ ને અમાસ થકી લાવે છે,
                ભરતી ને ઓટ.
છતાં પણ દઈ જાય છે,
               ક્ષણિક ખુશી ને ભરપૂર ખોટ.

દુ:ખની વાત છે લોકો જયાં,
              જાય છે લુટાવવા આનંદ ને મોઝ.
શાને ભુલાય છે જેણે લીધો,
                  માથે સેંકડો લોકોના મોતનો બોઝ.

અનંત એના એ હદયપટમાં,
              સ્થાન આપ્યુ લાખો જીવોને એમાં.
અજબ એની એ વનસ્પતિઓનું ,
              વરદાન મળ્યું ઔષધિ રુપે લોકોને.

આજે પણ છે લોકો પર ઉપકારિતા જેની,
            પુરાણો ને રામાયણે વર્ણવી પરોપકારિતા એની.
અનંતતાનો અખંડ ભંડાર છે એ,
            એટલે જ તો કુદરતની ગાગરમાં ન સમાય એવડો સાગર છે એ.

                  

1 comment: