April 02, 2019

સ્વરચિત કાવ્ય

                   બે પળ આ દોસ્તી માટે 


લખવા બેસુ તો શબ્દો કયાં મળે છે આ દોસ્તી માટે, 
યાદોને સંઘરવા માટે જગ્યા કયાં મળે છે હૃદયમાં આ દોસ્તી કાજે. 

વર્ષ પહેલા માત્ર ચોકલેટ માટે લંબાવેલો એ હાથ,
કોને ખબર હતી બની જશે એ સાથે હસવાનો ને રડવાનો સાથ.

કલાસ આખાને મૌન વ્રત રખાવી મેમ સાથે કરેલી એ મસ્તી, 
કોને ખબર હતી બની જઈશ હું કલાસ આખાને સજા અપાવનારી હસ્તી.

સાથે કરેલું એ 'માઈમ' હોય કે પછી 'સિગ્નેચર ડે' ની એ સાઈન હોય,
ચિત્ર,નિબંધ, વકતૃત્વ કે પછી કવિતાઓ લખવામાં કલાસ અમારો ફાઈન હોય. 

ટેસ્ટ અમારી રોજ હોય , છતાં પણ કલાસમાં હંમેશા મોઝ હોય, 
સોળમાંની એક કલાસમાં ન હોય ત્યારે પળભર એની ખોજ હોય.

સર ને મેમ સામે ચુપ હોય, એ જ કલાસમાં એકબીજાની હૂંફ હોય, 
બીજા માટે ભણવામાં નબળો એવો અમારો આ કલાસ સ્માર્ટનેસ બતાવી હોશિયારી એનું પ્રુફ હોય. 

એફ.વાય ના એ તુગલક, ગિયાસ્ ઉદ - દિન, અઝીઝ-આઝમ ના પાત્રો, 
બનવા જઈ રહ્યા છે આજે બીજી કોલેજના છાત્રો. 

એટલે જ તો 'ડિકશનરીમેન' અને ' ડીયર ચશમીશ' તરીકે ઓળખાતી 'નિરાલી'અને 'રીટા' ની આ જોડી, 
હોય છે હંમેશા કલાસની કોઈપણ પ્રોબ્લેમ સોલ્વ કરવા રેડી.

3 comments:

  1. Beautiful poem:) A wonderful dedication to a friend keep up the good writing

    ReplyDelete