October 17, 2022

KVWT ( K.V Vidhyamandir Weekly Test ) Detailed Report


SHREE K.V VIDHYAMANDIR, GARIYADHAR

KVWT ( K.V Vidhyamandir Weekly Test )




આજે હું વાત કરવાં જઈ રહી છું એવી સ્કૂલની જેમાં એક શિક્ષક તરીકે કામ કરવાની તક મળી એ નો ગર્વ થાય છે. હા, જેની છેલ્લા કેટલાય દિવસોથી રાહ હતી અને સાથે સાથે એટલો જ ઉત્સાહ અને એટલી જ શિક્ષકોની પૂર્વ તૈયારીઓ અને આગોતરું આયોજન હતું એવી શિક્ષણ ક્ષેત્રે નામના ધરાવતી એકમાત્ર શાળા  શ્રી કે.વી વિદ્યામંદિર ( વી.ડી વાઘાણી વિદ્યાસંકુલ ) ની આગવી ઓળખ સમાન KVWT ( K.V VIDYAMANDIR WEEKLY TEST ).









આ શાળામાં જોડાઈ એનું દોઢ વર્ષ પૂર્ણ થવાં આવ્યું. શરૂઆતમાં એક fresher શિક્ષક તરીકે જ્યારે આ KVWT  System વિશે જાણ્યું ત્યારે પહેલી વખતમાં જ આ સિસ્ટમ મારું પ્રથમ આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી. જેનું એકમાત્ર કારણ છે જે પદ્ધતિ અને નિયમોથી આ ટેસ્ટ લેવાય છે એ એકદમ વ્યવસ્થિત, પૂર્વ આયોજન સાથે નિયમિત અને પેપરની બ્લ્યુપ્રિન્ટ મુજબ લેવાય છે. જેમાં વિદ્યાર્થીઓ એક એક માર્ક માટે ખુબ જ મહેનત કરે છે. 


📌કેવી રીતે આ ટેસ્ટ લેવાય છે ?


આ ટેસ્ટ ધોરણ 1 થી 9 ( English medium - ગુજરાતી માધ્યમ ) અને ધોરણ  9 થી 12 ગુજરાતી માધ્યમમાં અલગ અલગ દિવસે લેવાય છે. જેમાં ધોરણ 9 થી 12 માં આ ટેસ્ટનું આયોજન દર ગુરુવારે, ધોરણ 5 થી 8 ગુજરાતી માધ્યમમાં દર શુક્રવારે અને ધોરણ  1 થી 4 ગુજરાતી માધ્યમ તથા ધોરણ  1થી 8 English medium માં દર શનિવારે લેવાય છે. આ ટેસ્ટ દરમિયાન માત્ર વિદ્યાર્થીઓ જ નહીં શિક્ષકોની પણ સાથે સાથે ખુબ જ કામગીરી રહે છે. જેમાં ગુરુવારની ટેસ્ટ માટે એ ટેસ્ટ પેપર ફરજિયાત જે તે વિષય શિક્ષકે આગળના સોમવારે પ્રિન્ટ માટે જમા કરાવી આપવાની. ગુરુવારે આ ટેસ્ટ લેવાય ગયાં પછી સોમવારે એટલે કે પછીનાં ત્રણ દિવસ પછી દરેક શિક્ષકે આ ટેસ્ટ પેપર ચેક કરીને વિદ્યાર્થીઓને આપી દેવાના. ત્યારબાદ વિદ્યાર્થીઓએ એ ટેસ્ટમાં મેળવેલ માર્ક ધોરણ મુજબ જે તે sheet માં લખીને ઓફિસમાં માર્ક એન્ટ્રી માટે જમા કરાવી આપવાના. ત્યારબાદ એ માર્કની PDF ધોરણ પ્રમાણે WhatsApp માં વાલીઓના ગ્રુપમાં દર બુધવારે ફરજિયાત મુકી દેવાના. આ પ્રમાણે દરેક વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોના સહકારથી આ ટેસ્ટ લેવાય છે. 


ત્યારબાદ આ ટેસ્ટના માર્કનો ધોરણ પ્રમાણે માસિક રિપોર્ટ તૈયાર થાય છે જેમાં 20 માર્કની આ ટેસ્ટમાં આખા મહિના દરમિયાન લેવાયેલી ટેસ્ટના માર્કનું કુલ ટોટલ થઈને ધોરણ અને ક્લાસ પ્રમાણે ટોપ 10 વિદ્યાર્થીઓનું લિસ્ટ તૈયાર થાય છે અને આ વિદ્યાર્થીઓને મહિનાના અંતે KVWT CHAMPION MEDAL થી સન્માનિત કરવામાં આવે છે. 


📌વિદ્યાર્થીઓ કેવી રીતે મહેનત કરે છે ?


📚📚📚📖📖📖


હા, એ કહેતા ખુબ જ આનંદ થાય છે કે આ ટેસ્ટના એક એક માર્ક માટે વિદ્યાર્થીઓ ખુબ જ મહેનત કરે છે. ટોપ 10 લિસ્ટમાં પોતાનું નામ આવે એ માટે વિદ્યાર્થી જો ટેસ્ટના દિવસે એટલે કે ગુરુવારે જો બહાર જવાનું થાય તો પહેલા વિદ્યાર્થી શાળાએ આવીને ટેસ્ટ આપીને પછી બહાર જાય છે. જો કોઈ વિદ્યાર્થી સાજો માંદો હોય અથવા ટેસ્ટ ના આપી શકાય એમ હોય તોપણ 45 મિનિટ શાળાએ આવીને આ ટેસ્ટ આપે છે. દરેક વિદ્યાર્થીઓનાં વાલીઓનો પણ આમાં ખુબ જ સાથ અને સહકાર મળે છે. ક્લાસમાં એન્ટર થઈએ એટલે બે દિવસ અગાઉ વિદ્યાર્થીઓમાં ટેસ્ટની ગંભીરતા જોવાં મળે છે. વિદ્યાર્થીઓ જે તે વિષયની આયોજન પ્રમાણે પૂર્વ તૈયારીઓ કરતાં જોવા મળે છે. સૌથી પોઝિટિવ પોઈન્ટ એ રહ્યો છે કે જે વિદ્યાર્થીઓ ક્યારેય ક્લાસમાં બોલતાં નહોતા એ હવે પ્રશ્નો પૂછતાં થયાં છે. 


📌 KVWT CHAMPION સન્માન સમારોહ


🎖🎖🏆🏆🥇🥈🥉🏆🏆🎖🎖


વિદ્યાર્થીઓમાં આ KVWT ટેસ્ટની આટલી તૈયારી અને ગંભીરતા જોઈને વિદ્યાર્થીઓ વધું મહેનત કરે અને જ્યાં તૈયારીઓ થોડી ખૂટે છે એ વિદ્યાર્થીઓ વધું મહેનત કરતાં થાય અને તેમને મહેનત કરવાનું પ્રોત્સાહન મળે તે માટે શાળામાં KVWT  CHAMPION સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જે તે વિભાગ મુજબ ધોરણ 1 થી 12 ના તમામ ટોપ 10 વિદ્યાર્થીઓને KVWT CHAMPION MEDAL થી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત મહેમાનોની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આખા કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકો ઉજાલાબેન પિત્રોડા અને ભૂમિબેન દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના સંચાલકશ્રી હિમાંશુભાઈ વાઘાણી દ્વારા મહેમાનશ્રીઓનું શબ્દિક સ્વાગત અને પુષ્પગુચ્છથી સ્વાગત  કરીને શાળાના આચાર્યશ્રી કલ્યાણભાઈ સોરઠીયા દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકશ્રી અશ્વિનભાઈ ભુતૈયાએ વિદ્યાર્થીઓને મોટીવેટ કરવા માટે હરિવંશરાય બચ્ચન દ્વારા કહેવાયેલી પંક્તિઓથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતું વક્તવ્ય આપવામાં આવ્યું હતું.  ત્યારબાદ મુખ્ય મહેમાનશ્રીઓના હસ્તે દરેક ધોરણના ટોપ 10 વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમ દરમિયાન ધોરણ 12 આર્ટસની વિદ્યાર્થીની રાજ્યગુરુ રીયા કે જેમણે આ ટેસ્ટમાં ફુલ માર્ક ( 260 માંથી 260 ) મેળવ્યા તેમણે પોતાનો આ ટેસ્ટ વિશેનો અનુભવ રજૂ કર્યો હતો. આ રીતે બધાં જ વિભાગમાં આ કાર્યક્રમનું ખુબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. 


And special thanks to the principal of this school 


Here I would like to share some of the best photographs of this function organized by K.V VIDHYAMANDIR GARIYADHAR. 


Thank you…
















No comments:

Post a Comment