May 30, 2019

સ્વરચિત કવિતા

 અસ્તિત્વ 

હસતા ને રડતા ઓ ઝાંકળના બિંદુ, 
                રહ્યું થોડું અસ્તિત્વ તારુ.
ત્યારે પુછૂં છું આ મોઝિલા મનને,
                શું છે સાચું અસ્તિત્વ મારુ?

પુષ્પોની સાથે ને નભની માથે,
              છે પતંગિયા જીવન તારુ.
તો પછી કાં આ માનવી ઈચ્છતા, 
             દુનિયામાં હોય બધું મારુ?

ચંદ્ર ને સૂર્ય સમા આ નયનોને મે પૂછયું,
         કયારેક શીતળ ને ઉષ્ણ આ અશ્રુ તારુ.
શાને સમજાવે એ,
         મને અસ્તિત્વ મારુ?

રૂપાળા સ્વપ્નોની મંઝિલમાં,
        દોડતું મન મારુ.
પણ ' નીલુ ' એ સપનાને સથવારે,
         શબ્દોને ટાંકવાનું કામ તારુ?

No comments:

Post a Comment